VIDEO: શ્રાવણ મહિનાના બીજા દિવસે કાશી વિશ્વનાથમાં શ્રદ્ધાળુઓની ભીડ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પવિત્ર શ્રાવણ મહિનાના બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસના આ પવિત્ર દિવસ નિમિત્તે બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. સમગ્ર મંદિર હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે બાબાના દર્શનનો લાભ લઈ શકે.

