VIDEO: ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા કરોડો રૂપિયા! સરકારે રવિ સિઝન પહેલાં જ કરી દીધી મોટી જાહેરાત
ઓડિશા સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા વર્ષ 2026-27 માટે ‘CM-કિસાન’ (CM-KISAN) યોજના હેઠળ સહાયનો પાંચમો હપ્તો જારી કરી દીધો છે. ભુવનેશ્વર ખાતેથી મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે ખેડૂતોના બેંક ખાતામાં સીધા 833 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારે આપેલું વચન પૂરું કર્યું છે. વર્ષ 2026–27ની આગામી રવિ સિઝનની તૈયારીઓ માટે ખેડૂતોને સમયસર આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ રકમ ચૂકવવામાં આવી છે. રવિ પાક માટે ખેડૂતોને કુલ 833 કરોડ રૂપિયાથી વધુની રકમ ખાતામાં જમા કરવામાં આવી છે. આનાથી બિયારણ અને ખાતરની ખરીદી સરળ બનશે. આ ભંડોળથી ખેડૂતો સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને ખેતી માટે જરૂરી અન્ય સામગ્રી ખરીદી શકશે.
ઓડિશા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવી અને મોસમી પાકના નુકસાન સામે સુરક્ષા પૂરી પાડવાનો છે. એટલા માટે જ કૃષિ વિભાગ તરફથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. રવિ પાકની વાવણી પહેલાં જ ખાતામાં સીધા નાણાં પહોંચી જતાં રાજ્યભરના લાખો ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

