VIDEO: જૂનાગઢ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ: ખેડૂતોના પ્રશ્નો ગાજ્યા અને ૧૫ દિવસમાં ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
સોર્સ : gstv
જૂનાગઢ કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉગ્રતાથી ગાજ્યા હતા. આ બેઠકમાં ગોપાલ ઇટાલીયાએ વિસાવદર કોર્ટ અને જમીન વિવાદ મુદ્દે રજૂઆત કરી હતી. વળી, જેટકો દ્વારા મંજૂરી વગર વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આરએન્ડબી વિભાગ પાસે પોણા બે કરોડ રૂપિયા મંગાયા હોવાનું સામે આવ્યું છે. લખેડૂત આગેવાન રમેશ ઝાલાએ જણાવ્યું કે જો આગામી ૧૫ દિવસમાં ૪૦ વર્ષ જૂના આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તો ધારાસભ્યના ઘરે ધરણા કરવામાં આવશે.

