VIDEO: જૂનાગઢ: સિંહની પજવણી કરવાના કેસમાં પ્લાસ્વા ગામના સાતેય શખ્સોનો જામીન પર છુટકારો
સોર્સ : gstv
જૂનાગઢના ઈવેન્ગર વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરાની સાઈટ પર સિંહની પજવણી કરવાના મામલે વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પ્લાસ્વા ગામના સાત શખ્સો સામે સિંહની પજવણી કરવા અંગેની ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા….તમામ આરોપીઓને વન વિભાગ દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં નામદાર કોર્ટે સુનાવણીના અંતે તમામ સાતેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

