VIDEO: સાગબારામાં 21 દિવસ બાદ ખેડૂતોના ધરણાનો સુખદ અંત
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના હકની માંગને લઈને છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના ધરણાનો સુખદ અંત આવ્યો છે. નર્મદા પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, વન-પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખેડૂતોના પારણાં કરાવવામાં આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ પણ ખેડૂતોની માંગણીઓને સમર્થન આપીને તેમની સાથે ધરણામાં બેસ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા ખેડૂતોનો વિરોધ સમેટાયો. સરકારની ખાતરી બાદ નર્મદા જિલ્લાના ખેડૂતોના ધરણા પૂર્ણ થયા છે.

