VIDEO: સાગબારામાં ખેડૂતોના જંગલ જમીન આંદોલનનો ૧૨મો દિવસ, સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર
સોર્સ : gstv
સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક-અધિકારના મુદ્દે ખેડૂતોનું ધરણા આંદોલનનો આજે 12મો દિવસ છે.. સાંસદ મનસુખભાઈએ આજે ધરણા પર બેઠેલા લોકોની મુલાકાત લીધી હતી.તેમણે સાગબારાના ખેડૂતોની જંગલ જમીન ખેડવા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ ધરણાને લઈને તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, છેલ્લા વીસ વર્ષથી અહીંના ખેડૂતો આ જમીન ખેડે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઉમરપાડાનું જંગલ ખાતું ખોપી, હલ અને પાડી સહિત બાર ગામના લોકોને જમીન ખેડવા દેતું નથી. જ્યારે નજીકના ઉમરપાડા તાલુકાના ખેડૂતો આ જમીન આસાનીથી ખેડે છે. આ અન્યાય સામે સ્થાનિક લોકો ધરણા પર બેઠા છે. આ મામલે તેઓ મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો છે..જોકે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા હોવાથી પરત આવ્યા બાદ ચર્ચા કરીને યોગ્ય નિર્ણય કરશે.

