Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Couple duped pretext of getting daughter ad with Dhoni's daughter

'ધોનીની પુત્રી સાથે એડ ફિલ્મ અપાવીશું...', દીકરીને જાહેરાત આપવાના નામે માતા-પિતા સાથે છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'ધોનીની પુત્રી સાથે એડ ફિલ્મ અપાવીશું...', દીકરીને જાહેરાત આપવાના નામે માતા-પિતા સાથે છેતરપિંડી
સોર્સ : GSTV

દિલ્હીને નજીક આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ કપલ સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પીડિત કપલની ફરિયાદના આધારે, સાયબર ક્રાઈમ યુનિટે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમ યુનિટ ઈસ્ટને આપેલી ફરિયાદમાં, પ્રીતમ ઘોષે જણાવ્યું હતું કે તે ગુરુગ્રામના સેક્ટર 107 એમશ્રીએમ વુડશાયર સોસાયટીમાં રહે છે. તાજેતરમાં, તે તેની પત્ની અને બાળકો સાથે એમ્બિયસ મોલ ગયો હતો. જામ બાર રેસ્ટોરન્ટની બહાર, એક અજાણી મહિલાએ તેની સાથે વાતચીત કરી. તેણે પોતાનો પરિચય અંજલિ તરીકે આપ્યો અને કહ્યું કે તે કિડ્સ ઈન્ડિયા એજન્સીમાં કામ કરે છે અને હાલમાં ટીવી એડની શૂટિંગ માટે બાળકો શોધી રહી છે.

App Store

મહિલાનું ધ્યાન પ્રીતમની છ વર્ષની પુત્રી પ્રતિક્ષા પર ગયું. તેણે કહ્યું કે તે બાળકીને ટીવી એડ શૂટમાં કાસ્ટ કરવા માંગે છે. તેણે પ્રીતમની પત્ની ઈશિકા ઘોષનો ફોન નંબર લીધો અને તેની સાથે પછી વાત કરવા કહ્યું. તે જ દિવસે, રાત્રે 11:30 વાગ્યે, અંજલિએ ઈશિકાને તેમના ઘરના વીડિયો અને બાળકીના ફોટા માંગતો મેસેજ મોકલ્યો. થોડા સમય પછી, મહિલાએ તેને જાણ કરી કે બાળકીને ટીવી એડ માટે પસંદ કરવામાં આવી છે અને 32,000 રૂપિયા માંગ્યા છે. તેણે કહ્યું કે આ ફોટોગ્રાફરની તેની પુત્રીના પોર્ટફોલિયો આલ્બમ બનાવવા માટેની ફી છે. પ્રીતમે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા આ પૈસા મોકલી દીધા.

પોતાની ફરિયાદમાં, તેણે જણાવ્યું હતું કે થોડા દિવસો પછી, અંજલિએ ફરીથી તેને વધુ વીડિયો મોકલવા કહ્યું. આ વખતે, તેણે કહ્યું કે તેની પુત્રીને ઓરિયો બિસ્કિટની એડ માટે પસંદ કરવામાં આવી છે. એડના શૂટિંગમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી ઝીવા થોની, ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા અલ્લુ અર્જુન પણ કામ કરી રહ્યા છે. મહિલાએ બાળકીના ડ્રેસ અને ફોટોશૂટ માટે 1 લાખ રૂપિયા માંગ્યા હતા. આ પછી પ્રીતમને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ટોપિક્સ:fraudcouple got scammedgstv news