Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'I will become Deputy CM', this Bihar leader made a big claim

'હું ડેપ્યુટી CM બનીશ', બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ આ નેતાએ કર્યો મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'હું ડેપ્યુટી CM બનીશ', બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ આ નેતાએ કર્યો મોટો દાવો
સોર્સ : google

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. બધા રાજકીય પક્ષો હવે તેમની તૈયારીઓને અંતિમ ઓપ આપવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગઠબંધનમાં સીટોની વહેંચણીથી લઈને ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ઈલેક્શન કમિશને બિહારમાં ચૂંટણીઓ બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. એ પહેલા ઉમેદવારોના ફોર્મ ભરવાના, ચકાસણી, ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ પણ જાહેર કરી છે. ત્યાર બાદ ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. આ દરમિયાન બિહારની સ્થાનિક પાર્ટી વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના વડા મુકેશ સાહનીએ ચૂંટણીની તારીખોની ખુશી સાથે દાવો પણ કર્યો છે કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પછી તેઓ સરકારમાં હશે. અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી નિભાવશે. 

App Store

તાકાત બતાવવાનો પ્રયાસ

ચૂંટણી પહેલાં નાયબ મુખ્યમંત્રી પદની જાહેરાત કરીને પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. RJDના નેતા તેજસ્વી યાદવના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ મુકેશ સાહનીએ આ નિવેદન આપ્યું હતું. ચૂંટણી પછીના પરિણામો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આમાં કંઈ પૂછવાનું થોડું હોય. કંઈક સારું સારું બોલો.. અમે છીએ... અમે સરકાર બનાવીશું. "હું નાયબ મુખ્યમંત્રી બનીશ." મુકેશ સાહનીના નિવેદન બાદ લોકો માને છે કે તેમનો હેતુ તેમના સમર્થકોને એક મજબૂત સંદેશ આપવાનો હતો. તેમનું નિવેદન મહાગઠબંધનમાં પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ હતો.

ભાજપના 40 ધારાસભ્યોને હરાવી બદલો લેશે

મુકેશ સાહનીએ કહ્યું કે, તેઓ ડેપ્યુટી સીએમ બનશે. આ ચૂંટણીની આતુરતાથી રાહ જોતા હતા. સાડા ત્રણ વર્ષ પહેલા ભાજપે તેમના ધારાસભ્યો ખરીદ્યા હતા અને અમને સરકારમાંથી બહાર કર્યા તો એમની પાસે લોકો પાસે જવા માટે ચૂંટણી સિવાય જ્યારે ભાજપે તેમના ધારાસભ્યોને ખરીદ્યા અને તેમને સરકારમાંથી બહાર કર્યા, એ પછી લોકોની વચ્ચે જવા સિવાય કોઈ રસ્તો નહોતો. એટલા માટે ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. મુકેશ સાહનીએ કહ્યું કે ભાજપે તેમના ચાર ધારાસભ્યોને ખરીદ્યા છે અને હવે તેઓ તેમના 40 ધારાસભ્યોને હરાવીને બદલો લેશે.

મહાગઠબંધન સરકાર બનાવશે.

મુકેશ સાહનીને પૂછવામાં આવ્યું કે પાંચ વર્ષ પછી તેમની પાર્ટીમાં શું બદલાવ આવ્યો છે, ત્યારે તેમણે કહ્યું કે 2020માં, પાર્ટી શરૂઆતમાં મહાગઠબંધનનો ભાગ હતી, પરંતુ કેટલીક ગેરસમજને કારણે NDAમાં જોડાવાની ફરજ પડી હતી. તેમણે દાવો કર્યો હતો કે જો તેમના ચાર ધારાસભ્યોએ તે સમયે ભાજપને ટેકો ન આપ્યો હોત, તો ભાજપ કદાચ સત્તામાં ન આવી હોત. જો તેઓ મહાગઠબંધનમાં હોત તો તેમની સરકાર બની હોત. મુકેશ સાહનીના મતે કોઈ પણ સંજોગોમાં નીતિશ કુમાર કે NDA આ વખતે સરકાર બનાવશે નહીં.