Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bihar Assembly Election Dates Announced

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર: 9 અને 11 નવેમ્બરે મતદાન; 14મીએ પરિણામ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર: 9 અને 11 નવેમ્બરે મતદાન; 14મીએ પરિણામ
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. બિહારમાં બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરે મતદાન થશે  જ્યારે ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. બિહારમાં વિધાનસભાની 243 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાશે.બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક જ્યારે બીજા તબક્કામાં 122 બેઠક પર મતદાન યોજાશે.

App Store

બિહારમાં 7.43 કરોડ મતદાર

બિહારમાં 7.43 કરોડ મતદારો છે જેમાંથી 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર મતદારો સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ મતદાર અને 4.04 લાખ 85 વર્ષથી વધુ ઉંમરના સીનિયર નાગરિક પણ વોટર યાદીમાં છે. આ સિવાય 14 હજાર 100 વર્ષની વય વટાવી ચુકેલા મતદાર સામેલ છે. બિહારમાં 14 લાખ ફર્સ્ટ ટાઇમ વોટર છે.

ચૂંટણીનો કાર્યક્રમ પ્રથમ તબક્કો બીજો તબક્કો
ગેજેટ નોટિફિકેશન જાહેર કરવાની તિથિ 10.10.2025 13.10.2025
નોમિનેશન કરવાની અંતિમ તારીખ 17.10.2025 20.10.2025
નોમિનેશન તપાસની તારીખ  18.10.2025 21.10.2025
ઉમેદવારોના નામ પરત આપવાની અંતિમ તારીખ 20.10.2025 23.10.2025
મતદાનની તારીખ  6.11.2025 11.11.2025
મતગણતરીની તારીખ 14 નવેમ્બર 2025  

એક બૂથ પર 1200થી વધારે વોટર નહીં હોય

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, "EVM પર તમામ ઉમેદવારોની રંગીન તસવીરો લાગશે અને તેમના નામ મોટા અક્ષરમાં લખેલા હશે. એક બૂથ પર 1200થી વધારે વોટર નહીં હોય. મતદાન કેન્દ્રના 100 મીટરના અંતર પર ઉમેદવારોના બૂથ બનશે."

દરેક પોલિંગ સ્ટેશન પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા-EC

દરેક પોલિંગ સ્ટેશન પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા હશે જેમાં ચૂંટણી પ્રક્રિયા ઉપર વરિષ્ઠ અધિકારીઓ નજર રાખી શકશે. બિહારમાં કેટલીક રસપ્રદ વાતો પણ છે. 11 રિજનમાં અઢીસો પોલિંગ સ્ટેશન છે ત્યા ઘોડાથી પેટ્રોલિંગ થાય છે અને 197 પોલિંગ સ્ટેશનમાં નાવ દ્વારા પોલિંગ પાર્ટી જાય છે. ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર દરેક મતદાન કેન્દ્ર પર મિનિમમ ફેસિલીટી આપવામાં આવશે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે તેમની સુવિધાને ધ્યાનમાં રાખતા પોલિંગ સ્ટેશન ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.