VIDEO: 'દેશ સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે', વંદે માતરમ્ ગાવા મુદ્દે અમિત શાહના ચાબખા
રાજસ્થાનના ચિત્તોડગઢથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં "વંદે માતરમ" ગવાઈ રહ્યું હતું. ગીત દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષને ગીત બંધ કરવા કહ્યું. દેશના લોકો આ પાપ માટે સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે. જ્યારે બંકિમ બાબુના આ અમર ગીતને ૮૦ વર્ષ પછી ફરીથી સન્માન મળી રહ્યું છે, ત્યારે પણ સોનિયા ગાંધીને તે ગમતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોનિયાજી, 140 કરોડ લોકો તમને જોઈ રહ્યા છે. આ દેશના લોકો તમારા આ પાપને ક્યારેય માફ નહીં કરે. કોઈ વ્યક્તિ વંદે માતરમને અધૂરું છોડી દેવું એ સ્વપ્નમાં પણ વિચારી શકતો નથી. કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ. જો તેમનામાં હજુ પણ શરમ હોય, તો તેમણે બંકિમ બાબુની અમર આત્મા અને દેશના લોકોની સામે હાથ જોડીને માફી માંગવી જોઈએ.
શું છે સમગ્ર મામલો
15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન કોંગ્રેસ મુખ્યાલય ખાતે વંદે માતરમ ગવાઈ રહ્યું હતું. આરોપ છે કે આ દરમિયાન મંચ પર ઉપસ્થિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા અને રાષ્ટ્રગીત સંપૂર્ણ રીતે ગાવા પર અસહજ દેખાઈ રહ્યા હતા. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું છે.

