Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress is playing politics in times of crisis: PM Modi

VIDEO : 'ખાડી દેશ અમારા લોકોની રક્ષા કરે છે, સંકટના સમયમાં કોંગ્રેસ રમે છે રાજકારણ' : PM MODI

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : ANI

PM નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળમાં ઈરાન-અમેરિકા યુદ્ધને લઈને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે, ખાડી દેશોની સરકારો હાલમાં ભારતીય નાગરિકોનું રક્ષણ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી આવા સંકટના સમયમાં પણ રાજકારણ રમી રહી છે. તેમણે કહ્યું, "હું એ વાતનો પણ આભારી છું કે, ખાડી દેશોની સરકારો આપણા નાગરિકોનું રક્ષણ કરી રહી છે. અમારું ભારતીય દૂતાવાસ તેમને 24 કલાક સહાય પૂરી પાડી રહ્યું છે.  ખોરાક- પાણી, તબીબી કે પછી કાનૂની સહાય હોય, બધું જ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ દુઃખની વાત છે કે આવા વૈશ્વિક સંકટમાં પણ કોંગ્રેસ પાર્ટી રાજકારણ રમી રહી છે. અને એવા નિવેદનો આપી રહી છે જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે. લોકો મુશ્કેલીમાં મૂકાય અને તેઓ આખરે મોદીને દોષી ઠેરવી શકે.
 
પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે, તેઓ દેશમાં થઈ રહેલા વિકાસથી અજાણ છે. કોચીમાં NDA રેલીને સંબોધતા PM મોદીએ કહ્યું કે રાજ્યના હિત માટે કેરળમાં LDF અને UDF સરકારો વચ્ચે ફેરબદલીની આ પેટર્નનો અંત આવવો જોઈએ. કેરળના લોકોને અપીલ કરતા કહ્યું કે, રાજ્યમાં હવે BJPના નેતૃત્વ હેઠળના NDAને આગામી પાંચ વર્ષ માટે તેમની સેવા કરવાની તક આપે કારણ કે તે મોદીની ગેરંટી સાથે આવે છે.

App Store