VIDEO: આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા છુપાવવાનો કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ
સોર્સ : gstv
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર દેશની પ્રતિષ્ઠિત IIT સંસ્થાઓમાં હાંસિયામાં ધકેલાયેલા વર્ગના વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા છુપાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે એક મીડિયા અહેવાલ ટાંકીને જણાવ્યું કે વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ દરમિયાન IITsમાં ૫૩ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, જેમાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ SC, ST અને OBC પૃષ્ઠભૂમિના હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે આક્ષેપ કર્યો કે આ સરકાર સામાજિક અન્યાયને પ્રોત્સાહન આપી રહી છે. સંસદમાં પ્રશ્ન પૂછવા છતાં મંત્રાલયે ચોક્કસ આંકડા જાહેર કરવાનું ટાળ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

