VIDEO: તમિલનાડુમાં 717 દારૂની દુકાનો બંધ કરવા CM વિજયનો આદેશ, જાણો સરકારે શા માટે લીધો આ નિર્ણય
સોર્સ : gstv
તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ જોસેફ વિજયે પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં રાજ્યભરની ૭૧૭ સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે જારી કરાયેલા આ નિર્દેશ મુજબ, આગામી બે સપ્તાહમાં ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડના ૫૦૦ મીટરના દાયરામાં આવતી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવશે.
રાજ્યમાં કાર્યરત કુલ ૪,૭૬૫ દુકાનો પૈકી ૨૭૬ પૂજા સ્થાનો પાસે, ૧૮૬ શિક્ષણ સંસ્થાઓ પાસે અને ૨૫૫ બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોને આ માટે પસંદ કરવામાં આવી છે. નવી સરકારના આ આક્રમક પગલાને સામાજિક સુધારા તરીકે જોવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર અને સંવેદનશીલ સ્થળો પર દારૂના વેચાણને લઈને થતી ચિંતાઓને દૂર કરવાનો છે.

