VIDEO: મુખ્યમંત્રી સાઈએ પૂરગ્રસ્ત બસ્તરની સ્થિતિનો તાગ મેળવ્યો
સોર્સ : gstv
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ સુકમા અને બસ્તર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ પૂરપીડિત લોકો સાથે મુલાકાત કરી રાહત શિબિરોમાં વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે પૂરથી અસરગ્રસ્ત ગામો અને પરિવારોનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને મકાન, પશુધન તથા પાકને થયેલા નુકસાનનું પણ આકલન કરાશે. સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત મકાન માટે નવા મકાનના નિર્માણ માટે એક લાખ 30 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. રાજ્યમાં ભારે વરસાદથી 571 ગામો અસરગ્રસ્ત થયા છે અને 16 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

