VIDEO: વાયબ્રન્ટ નવરાત્રિમાં એન્ટ્રી પાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
સોર્સ : gstv
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં ઓનલાઇન પાસ અને એન્ટ્રી ચાર્જ અંગે સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે..તેમણે પાસ નહી પરંતુ માત્ર ટોકન સિસ્ટમ ગણાવીને કહ્યું કે 100 કે 200નો બુકિંગ ચાર્જ કમાણી માટે નહીં પરંતુ માત્ર વ્યવસ્થા જાળવવા માટે મૂકાયેલો 'ટોકન' દર છે. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર અડધી વિગતો સાથે ભ્રમ ફેલાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે, આ સિસ્ટમથી ગરબા રસિકોને સ્થળ પર લાંબી લાઈનોમાં ઉભા રહ્યા વગર સીધી અને સરળ એન્ટ્રી મળશે. વધુમાં, સામાન્ય વર્ગ અને દિવ્યાંગ નાગરિકો માટે AMC દ્વારા વિશેષ પરિવહન અને પ્રવેશનું આયોજન કરાયું છે, જેથી કોઈ પણ વ્યક્તિ આ ભવ્ય ઉત્સવથી વંચિત નહીં રહે.

