VIDEO: બિયાવરમાં સીએમ ભજનલાલ શર્માએ કોંગ્રેસના શાસન પર કર્યા આકરા પ્રહારો
રાજસ્થાનના બિયાવરની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કોંગ્રેસ પક્ષ અને પૂર્વ મુખ્યમંત્

રાજસ્થાનના બિયાવરની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કોંગ્રેસ પક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આકરા પ્રહારો કર્યા છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન સીએમ ભજનલાલ શર્માએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની ગેહલોત સરકારે માત્ર પોકળ વાયદાઓ અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાજસ્થાનને વિકાસની રેસમાં પાછળ ધકેલી દીધું હતું. તેમણે કોંગ્રેસ શાસન દરમિયાન થયેલા કથિત પેપર લીક કૌભાંડો અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો ઉલ્લેખ કરી વિપક્ષને બરાબરનો ભીંસમાં લીધો હતો. સીએમ શર્માએ દાવો કર્યો કે ભાજપ સરકાર જનતાની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી છે અને ગેહલોત સરકારે ઊભા કરેલા આર્થિક સંકટમાંથી રાજ્યને બહાર કાઢી ઝડપી પ્રગતિના પંથે આગળ ધપાવી રહી છે. આ નિવેદન બાદ રાજસ્થાનના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.




