VIDEO: કોલકાતામાં ટીએમસી ભાજપ વચ્ચે ઘર્ષણ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી બાલીગંજ ફાડીથી હાઝરા મોર સુધીની એક વિશાળ રેલીમાં જોડાવાના છે. આ રાજકીય રેલી શરૂ થાય તે પહેલાં જ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો અને TMC તથા BJP ના સમર્થકો સામસામે આવી ગયા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ ભારે પથ્થરમારો અને ઘર્ષણ થયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલાએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

