VIDEO: UPIના MDR મુદ્દે સરકારની સ્પષ્ટતા
સોર્સ : gstv
UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારા નવા MDRને લઈને રાજકીય વિવાદ વચ્ચે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે અમેરિકન કાર્ડ કંપનીઓને લાભ પહોંચાડવા અને વિદેશી દબાણ હેઠળ નિર્ણય લેવાયાનો આક્ષેપ કર્યો હતો. નાણા મંત્રાલયે આ આરોપોને ફગાવીને કહ્યું છે કે ભારત પોતાના નીતિગત નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયનો હેતુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને ટકાઉ, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનો છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2026માં UPI મારફતે 24.5 અબજ વ્યવહારો નોંધાયા હતા.

