VIDEO: સીજેપીની ચેતવણી, અમને ફરીથી દેશવ્યાપી ધરણાં પ્રદર્શન કરવા મજબૂર ન કરો
કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવતા ખુલ્લી ચેતવણી આપી છે. CJPનું કહેવું છે કે, આંદોલનકારીઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવા અંગે અગાઉ થયેલા કરારનો સતત ભંગ થઈ રહ્યો છે. જો તમામ FIR પાછી ખેંચવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો સંગઠન ફરીથી દેશવ્યાપી ધરણા પ્રદર્શન શરૂ કરવા માટે મજબૂર બનશે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને એક કડક સંદેશ જાહેર કર્યો છે. આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો છે કે, બિહાર અને બંગાળમાં સબળ પુરાવા વિના પણ સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યોમાં પ્રદર્શનકારીઓ તથા તેમને સહાય પૂરી પાડતા સ્વયંસેવકો પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જે અગાઉ થયેલા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

