Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CJP chief Abhijit Deepke's health deteriorates again: Doctor called after vomiting among supporters

VIDEO: CJP પ્રમુખ અભિજીત દીપકેની તબિયત ફરી લથડી: સમર્થકો વચ્ચે ઊલટી થતાં ડોક્ટર બોલાવાયા

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party - CJP) ના સ્થાપક અને ચર્ચિત આંદોલનકારી અભિજીત દીપકે (Abhijit Dipke) ની તબિયત શનિવારે સવારે અચાનક ફરી એકવાર કથળી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને સમર્થકોને મળી રહ્યા હતા, ત્યારે જ તેમને ભારે ગભરામણ અનુભવાઈ હતી અને તેઓ ઊલટી કરવા માટે દોડી ગયા હતા.

App Store

ઘરની પાર્કિંગમાં લોકો વચ્ચે બની ઘટના

મળતી માહિતી મુજબ, શનિવારે સવારે ૧૧:૪૫ વાગ્યાના સુમારે અભિજીત દીપકે પોતાના ઘરની પાર્કિંગમાં એકઠા થયેલા સમર્થકો અને નાગરિકોને મળવા નીચે આવ્યા હતા. આ દરમિયાન જ તેમને અચાનક અસ્વસ્થતા (Discomfort) અનુભવાઈ હતી, જેથી તેઓ વાતચીત અધૂરી છોડીને ઘરના પાછળના ભાગ તરફ દોડી ગયા હતા અને તેમને ઊલટીઓ (Vomiting) થઈ હતી.

આ ઘટના બાદ તેઓ મીડિયાકર્મીઓ સાથે વાત કર્યા વિના સીધા ઘરના ઉપરના માળે જતા રહ્યા હતા. તેમના પિતા ભગવાનરાવ દીપકે (Bhagwanrao Dipke) એ વિગતો આપતાં જણાવ્યું કે અભિજીતની તબીબી તપાસ માટે તુરંત જ ડોક્ટરો (Doctors) ને ઘરે બોલાવવામાં આવ્યા છે.

ટાઇફોઇડની રિકવરી વચ્ચે બગાડ

ઉલ્લેખનીય છે કે, ૨૫ જુલાઈના રોજ નવી દિલ્હી (New Delhi) ના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન જ અભિજીત દીપકેને ટાઇફોઇડ (Typhoid) થયો હોવાનું નિદાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી IV ડ્રિપ (IV Drips) પર હતા. તેમ છતાં, તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથેનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. રિકવરી (Recovery) ના તબક્કામાં તબિયત લથડતાં પરિવારજનો અને સમર્થકોમાં ચિંતા વ્યાપી છે.

રાજકીય ધમકીઓના આક્ષેપ અને વિપક્ષનો સપોર્ટ

અભિજીત દીપકે તાજેતરમાં જ સળગતા આક્ષેપોને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ (BJP) ના હોદ્દેદારોએ તેમને પક્ષમાં જોડાવા ઓફર કરી હતી અને તેમ ન કરવા પર પરિવારને ધમકીઓ આપી હતી.

બીજી તરફ, વિપક્ષી નેતાઓ સતત તેમની મુલાકાત લઈ રહ્યા છે:

શિવસેના (UBT) નો સાથ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ શુક્રવારે વીડિયો કોલ મારફતે દીપકે સાથે વાત કરી હતી અને સમગ્ર વિપક્ષ તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય ઠાકરેએ તેમની માતા સાથે હળવા મૂડમાં દીપકેના લગ્નના પ્લાન અંગે પણ પૂછપરછ કરી હતી.

બચ્ચુ કડૂ અને ચંદ્રકાંત ખૈરેની મુલાકાત: પૂર્વ સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરે (Chandrakant Khaire) અને શાસક પક્ષના વિધાન પરિષદ સભ્ય (MLC) બચ્ચુ કડૂ (Bachu Kadu) એ પણ છત્રપતિ સંભાજીનગર પહોંચીને અભિજીત દીપકે સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી.