VIDEO: સીઈસી અને પીએમ સામે સીજેપી આક્રમક: બેંગલુરુમાં અભિજીત દીપકેના પ્રહાર
સોર્સ : gstv
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટીએ મોરચો ખોલ્યો છે. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સીજેપીના સ્થાપક અભિજીત દીપ્કેએ 'એક દેશ, એક ચૂંટણી'ને 'એક દેશ, એક પાર્ટી' બનાવવાનું ષડયંત્ર ગણાવી સીઈસીના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ૨૦૨૪માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનો તફાવત માત્ર બે ટકા જ હતો અને નેહરુએ દેશને મતદાનનો અધિકાર આપ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને અભિનેતા પ્રકાશ રાજ સહિતના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

