VIDEO: ચિત્રકૂટ: મંદાકિની નદીના પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોના સવારના દ્રશ્યો
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ભારે વરસાદના કારણે પવિત્ર મંદાકિની નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી ઓસર્યા બાદ સવારે સામે આવેલા દ્રશ્યોમાં રામઘાટ, નિર્મોહી અખાડા સહિતના નીચાણવાળા વિસ્તારો, ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે. મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાથી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં NDRF અને SDRFની ટુકડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના દ્વારા સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે અને વહીવટી તંત્રને નાગરિકોની મદદ માટે તમામ જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે.

