મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનતા જ મંત્રીઓને ફાળવ્યા મંત્રાલય, જાણો કોને કયુ ખાતું મળ્યું

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનતા જ મંત્રીઓને મંત્રાલય ફાળવ્યા છે. દિલ્હીમાં ખાતા વિ

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનતા જ મંત્રીઓને ફાળવ્યા મંત્રાલય, જાણો કોને કયુ ખાતું મળ્યું

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનતા જ મંત્રીઓને મંત્રાલય ફાળવ્યા છે. દિલ્હીમાં ખાતા વિભાજિત કરવામાં આવ્યા છે. સીએમ આતિશી પાસે નાણા, ઉર્જા, શિક્ષણ, સેવાઓ, પાણી સહિત કુલ 13 વિભાગો હશે.

મંત્રી સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સહિત કુલ 8 વિભાગો સંભાળશે. મંત્રી ગોપાલ રાય પહેલાની જેમ જ પર્યાવરણ મંત્રી રહેશે. મંત્રી કૈલાશ ગેહલોત પણ પહેલાની જેમ ટ્રાન્સપોર્ટ વિભાગ સંભાળશે. મંત્રી ઈમરાન હુસૈનને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સંભાળશે. જ્યારે મંત્રી મુકેશ અહલાવતને શ્રમ અને એસસી/એસટી વિભાગ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો