VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું આપે અથવા દેશવ્યાપી આંદોલનનો સામનો કરે: સીજેપી
સોર્સ : gstv
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાજીનામું આપવા માટે નવું અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગ નહીં સંતોષાય તો 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે….CJP એ ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા સામે વિરોધ નોંધાવતા CEC પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે પંચના કાયદાને રદ કરવાની અને ફોજદારી કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે. ચૂંટણી પંચની આંતરિક પ્રક્રિયાઓ અને મતદાર યાદી વિવાદને કારણે આ રાજકીય ગરમાવો આવ્યો છે.

