VIDEO: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો: પત્ની દ્વારા પતિને શ્યામ વર્ણના અને જાડા કહેવા એ છૂટાછેડાનો પૂરતો આધાર નથી
સોર્સ : gstv
છત્તીસગઢ હાઈકોર્ટે લગ્ન ભંગ માટેની અપીલ ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે પત્ની દ્વારા પતિને શ્યામ વર્ણના અને જાડા કહેવું એ છૂટાછેડા મંજૂર કરવા માટે પર્યાપ્ત નથી. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખી પતિની અરજી ફગાવી દીધી છે…પતિએ પત્ની પર ત્યજી દેવાનો અને દુશ્મનાવટભર્યા વર્તનના આક્ષેપો કર્યા હતા, જ્યારે પત્નીએ પતિના અનૈતિક સંબંધો અને દારૂની ટેવનો દાવો કર્યો હતો. કોર્ટે પત્નીનું સ્ત્રીધન પરત કરવાનો નિર્દેશ પણ જાળવી રાખ્યો છે.

