VIDEO: છત્તીસગઢના ઝીરમ ઘાટી હુમલા કેસમાં 10 દોષિતોને ફાંસીની સજા
સોર્સ : gstv
છત્તીસગઢના ઝીરમ ઘાટી હુમલા કેસમાં જગદલપુર સ્થિત NIAની વિશેષ અદાલતે 10 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. 2013માં થયેલા આ હુમલા મામલે કુલ 11 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી, જેમાં એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. બાકીના 10 આરોપીઓને અગાઉ 5 સપ્ટેમ્બરે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા અંગેનો નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન અભિયોજન પક્ષે 101 સાક્ષીઓના નિવેદન નોંધાવ્યા હતા. સજા પામેલા આરોપીઓમાં પ્રમિલા મોડિયમ, ચૈતુ લેકામ, સુમિતા મોડિયમ, મુકકા માંડવી, કોસા કવાસી, આયતા મરકામ, મડકામી દેવા, જોગા મડકામી, બનજામી સન્ના અને મહાદેવ નાગનો સમાવેશ થાય છે.

