VIDEO: છત્તીસગઢના બીજાપુરમાં શિક્ષકોની અનોખી સેવા!
છતિસગઢના બીજાપુર જિલ્લાના અંતરિયાળ ગામ પારાધનુરામાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ્ઞાનનો યક્ષ ચલાવી રહ્યા છે. આંતરિયાણ ગરીબ બાળકો મુખ્ય પ્રવાહમાં રહી શકે અને બહારની દૂનિયા સાથે ખંભે ખંભા મિલાવી શકે તે માટે પારાધનુરા શાળાના શિક્ષકો ગજેન્દ્ર પ્રઘાન, સત્યજીત રાણા અને અન્ય શિક્ષકો બાળકોને રૂટિન શાળા ઉપરાંત વધારાના સમયમાં મફતમાં નવોદય વિદ્યાલય, સૈનિક સ્કુલ અને એકલવ્ય સ્કુલ જેવી સ્પર્ધાત્મ શાળામાં પરિક્ષાની તૈયારી કરાવે છે. આ શિક્ષકો શાળાનો સમય પુરો થયા બાદ વધારાના સમયમાં બાળકોને સ્પર્ધાત્ક પરિક્ષાનું ભણતર આપે છે. જેથી આ બાળકો મુખ્ય પ્રવાહના ભણતરમાં આગળ વધી શકે. શિક્ષકો ગણીત, વિજ્ઞાન, અંગ્રેજી અને અન્ય વિષયના સ્પર્ધત્મક ભણતરને પ્રધાન્ય આપીને બાળકોને સપનાને જીવતા રાખવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી પારાધનુરા શાળામાં આ શિક્ષકો અલખની ઘૂંણી ઘખાવીને કામ કરી રહ્યા છે. શિક્ષકોના પ્રયત્નને કારણે ત્રણ વર્ષમાં 40 જેટલા બાળકો જુદી જુદી પરીક્ષામાં પાસ થઇને સારુ શિક્ષણ મેળવી રહ્યા છે. આહિયા ભણવા આવનાર બાળકોના સપના ઉંચા છે. કોઇને ડોક્ટર બનવું છે તો કોઇને એન્જિનિયર.. તો કોઇને વૈજ્ઞાનિક બનવું છે. પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમના સપના પુરા થતા ન હતા. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં ગજેન્દ્ર પ્રધાન અને સત્યજીત રાણા જેવા શિક્ષકો આવતા તેઓએ બાળકોની આંકમાં સપના જોઇને તેમને આગળ ધપાવવાનું કામ કર્યું.
પારાધનુરામાં બાળકનું સપનું ત્યારે શક્ય બન્ય જ્યારે 6થી ત્રણ વર્ષના ગાળામાં આ શાળામાં ગજેન્દ્ર પ્રધાન અને સત્યજીત રાણા જેવા શિક્ષકો આવ્યા. આ શિક્ષકોએ જોયું છે આંતરિયાણ વિસ્તારના બાળકોને કાઇ બનવું છે પણ તેમની પાસે કોઇ સુવિધા નથી. આ બાળકો ભણવામાં હોશિયાર પણ છે પણ તેમની પાસે માર્ગદર્શક નથી. સ્થિતિને પારખીને શિક્ષકોએ શાળામાં સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગ શરુ કર્યા. બાળકો આવવા માંડ્યા અને મહેનત કરીને પરિક્ષા પણ પાસ કરવા માંડ્યા. શિક્ષકોનો ઉત્સાહ વધ્યો અને કામગીરી પુરજોશમાં ચાલી. આજે શાળામાં આજુબાજુની ચાર શાળામા બાળકો સ્પર્ધાત્મક વર્ગમાં આવે છે. અત્યાર સુધી 50થી વધારે બાળકો જુદી જુદી પરિક્ષા પાસ કરીને સારુ શિક્ષણ મેળવી રહ્યા છે.
શિક્ષક ગજેન્દ્ર પ્રધાન પણ ગરીબ પરિવારમાંથી આવે છે. તેઓ કહે છે કે હું જે સ્થિતિમાંથી પાસ થયો તે સ્થિતિમાં આ બાળકો ન રહે તે માટે મે વધારે સમય આપીને તેમને સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગ ચાલું રાખ્યા છે. છતિશગઢનું બીજાપુર દેશના ગરીબ જિલ્લામાં આવે છે. અહિયા પારાધનુરા ગામમાં શિક્ષકોનો અનોખો યજ્ઞ બીજા માટે ઉદાહરણરૂપ છે.
---------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

