VIDEO: ઈડીનો ખુલાસો: છત્તીસગઢના પૂર્વ કોંગ્રેસ નેતા રામ ગોપાલ અગ્રવાલ પાસે 72 કરોડ રૂપિયા હોવાનો દાવો
સોર્સ : gstv
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છત્તીસગઢની રાયપુરની વિશેષ કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના છત્તીસગઢના પૂર્વ ખજાનચી રામ ગોપાલ અગ્રવાલે પોતાની પાસે 72 કરોડ રૂપિયા રાખ્યા હતા અને કથિત રીતે 1000 કરોડ રૂપિયાના ગુનામાંથી કમાણી કરવામાં મદદ કરી હતી. રાજ્ય પોલીસે અગાઉ ધરપકડ કર્યા બાદ જેલમાં રહેલા અગ્રવાલની ED દ્વારા ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. ED ના આક્ષેપ મુજબ, આરોપીઓ ગેરકાયદેસર રોકડ વ્યવહારો માટે માલ કોડ નામનો ઉપયોગ કરતા હતા, જ્યારે છત્તીસગઢ દારૂ કૌભાંડથી રાજ્યને અંદાજે 2 હજાર 161 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

