VIDEO: પેકેજ્ડ ફૂડ પર કડક ચેતવણી લેબલ લગાવવા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે તે પેકેજ્ડ ફૂડ પર વધુ કડક ચેતવણી લેબલો લાગુ કરવા માટે વિચાર કરી રહી છે, જેની દેશના ફૂડ ઉદ્યોગ પર મોટી અસર પડશે. FSSAI દ્વારા પ્રસ્તાવિત સિસ્ટમ હેઠળ જો ખાંડ, મીઠું કે ચરબીનું પ્રમાણ વધુ હોય તો લાલ ષટ્કોણ ચેતવણી આપવાની યોજના છે. અગાઉ બે તબક્કાની શરત હોવાથી ઘણા બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનો બચી જતા હોવાનો આરોગ્ય નિષ્ણાતોએ વિરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ તબક્કાવાર અભિગમ સામે પ્રશ્ન ઉઠાવતા સરકારી વકીલને કડક સવાલો કર્યા હતા.

