Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Celebrating Independence Day in Kerala

VIDEO: કેરળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તિરુવનંતપુરમમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો અને સુરક્ષા દળોએ પરેડ યોજી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, રાજકીય આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રીએ દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યો જાળવવા સૌને સંકલ્પ લેવા અપીલ કરી હતી. સમગ્ર સ્ટેડિયમ દેશભક્તિના રંગે રંગાયું હતું. રાષ્ટ્રગાન સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા રાખવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News