Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rainstorm in Kerala: 8 dead, 8 missing in floods and landslides; Orange alert in 12 districts

VIDEO: કેરળમાં વરસાદી તાંડવ: પૂર અને ભૂસ્ખલનમાં 8નાં મોત, 8 લાપતા; 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળમાં શનિવારે (1 ઓગસ્ટ, 2026) પડેલા મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. આ પરિસ્થિતિને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.

App Store

કન્નૂર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે અસર

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 27 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જ્યારે 196 ઘરોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 209 રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 5,792 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. કન્નૂર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે અસર પડી છે, જ્યાંથી 500થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે.

પહાડી વિસ્તારોમાં સાવચેત રહેવા અપીલ

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો, ઘર ગુમાવનારા અને રોજીરોટી ગુમાવનારા તમામ લોકોને ઝડપથી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે. વરસાદનું જોર ઘટવા છતાં પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ભારે સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે.

12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ 115 એમએમથી 204 એમએમ સુધીના અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. મહેસૂલ મંત્રીના જણાવ્યા મુજબ પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘણા રસ્તાઓ પર વાહનવ્યવહાર પુનઃશરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર પ્રતિબંધ છે. કોઝિકોડ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતાં વેપાર-ધંધા અને વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) અનુસાર કન્નૂર જિલ્લાના અય્યનકુન્નુ વિસ્તારમાં સૌથી વધુ 320 mm વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઉત્તર મલબાર ક્ષેત્રમાં 90 mm થી 180 mm સુધીનો વરસાદ પડતાં પથાનમથિટ્ટા, ઇડુક્કી, વાયનાડ, કોટ્ટાયમ, કોઝિકોડ અને કન્નૂરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા.

ડેમની સ્થિતિ અને શિવ મંદિર જળમગ્ન

વરસાદ થંભતાં મોટાભાગના ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જોકે ઇડુક્કી, પથાનમથિટ્ટા અને થ્રિસુરના વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીનું સ્તર હજુ પણ રેડ એલર્ટની સપાટી પર છે. કોચિના અલુવા સ્થિત પ્રસિદ્ધ શિવ મંદિર ક્ષેત્રમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે.

સફાઈ અને રાહત કામગીરી

પાણી ઓસરતાંની સાથે જ સફાઈ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. સ્વયંસેવકો, જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના કાર્યકરોને સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે, જેમને સરકાર તરફથી જરૂરી પૂરો સહયોગ અપાશે.