VIDEO: સીબીઆઈએ પંજાબના મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહ ચંદીગઢમાં હાજર થવા અંગે સમન્સ પાઠવ્યું
સોર્સ : gstv
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD રાજબીર સિંહ ઘુમન વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાયાના એક દિવસ બાદ એજન્સીએ તેમને ચંદીગઢમાં હાજર થવા આદેશ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશથી ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરુ થઈ છે. CBIએ મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ અને ઘુમન સહિત અન્ય આરોપીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડીને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રહી છે.

