VIDEO: દિશા સાલિયન મૃત્યુ કેસ: સીબીઆઈએ ગુનો નોંધ્યો, આદિત્ય ઠાકરે સહિત અનેક લોકોની ભૂમિકાની તપાસ શરૂ
સોર્સ : gstv
બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યાના બે અઠવાડિયા બાદ, સીબીઆઈએ દિશા સાલિયનના મૃત્યુ મામલે સામૂહિક દુષ્કર્મ , હત્યા અને પુરાવાનો નાશ કરવા જેવી ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. પિતા સતીશ સાલિયનની ફરિયાદ પર આધારિત આ એફઆઈઆરમાં આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા અને રિયા ચક્રવર્તીની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 8 જૂન 2020ના રોજ મુંબઈની ઇમારતના 14મા માળેથી પડી જવાથી દિશાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને અન્ય લોકો પર મામલો દબાવવાના પ્રયાસનો પણ આરોપ છે.

