Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Building collapses in Satyaniketan, rescue operations active

VIDEO: સત્યનિકેતનમાં ઈમારત ધરાશાયી, બચાવકાર્ય સક્રિય

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવીને લોકોને શોધવા અને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલ બચાવ કામગીરી સતત ચાલી રહી છે. ઈમારત કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે જાનહાનિ અંગેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઘટનાસ્થળેથી સવારના દૃશ્યોમાં બચાવ કામગીરી અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News