Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bag godown in Singanpore, Surat, the whole building is wrapped in glitter!

VIDEO: સુરતના સિંગણપોરમાં બેગના ગોડાઉનમાં જોતજોતામાં લપેટાઈ આખી ઈમારત!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સિંગણપોર વિસ્તારના નવા મહોલ્લામાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં ૧૧ ઑગસ્ટે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. મકાનમાં બેગના ગોડાઉનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં મહિલા સહિત ૩ લોકો ફસાઈ જતાં સ્થાનિકોએ નીચે ટેમ્પો ઊભો રાખી દોરડા વડે સાહસપૂર્વક તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ૫ ફાયર સ્ટેશનની ૧૦થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર પ્રાથમિક કાબૂ મેળવ્યો હતો. ટેરેસ પર રહેલા પતરાના શેડમાં બેગનો જથ્થો હોવાથી આગ ફરી ભભૂકી ઉઠી હતી, જેને બુઝાવવા માટે ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી કામગીરી ચાલુ રાખી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News