Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Absconding accused of kidnapping and POCSO crime registered at Bhestan Police Station in Surat arrested after 84 days

VIDEO: સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો ગુનાના ફરાર આરોપીની ચોર્યાસી દિવસ બાદ ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગંભીર ગુનાનો 84 દિવસ બાદ ભેદ ઉકેલાઈ ગયો છે. સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના આરોપસર રાહુલ સુભાષ વર્મા નામના ડ્રાઇવર છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી બાતમી મેળવીને ભોગ બનનાર સગીરાને હેમખેમ શોધી કાઢી હતી અને આરોપી રાહુલ વર્માને ઝડપી લીધો હતો. ઉન ચોકીની ટીમ દ્વારા આ સરાહનીય ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News