VIDEO: સુરતના ઓલપાડ-માંગરોળમાં કીમ નદીના પૂર ઓસરતા પાલોદ GIDCમાં વ્યાપક નુકસાન
સોર્સ : gstv
સુરતના ઓલપાડ અને માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના પૂરના પાણી ઓસરતા જ લોકો અને વેપારીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે. કીમ ચારરસ્તા નજીક આવેલી પાલોદ GIDCની કંપનીઓમાં ભારે તારાજી સર્જાઈ છે, કમરથી છાતી સુધીના પાણી ભરાતા કામદારોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. પાણી ઓસર્યા બાદ કંપનીઓમાં રહેલી કિંમતી મશીનરીઓ પાણીમાં ડૂબી જવાના કારણે બગડી ગઈ છે અને હજુ સુધી શરૂ થઈ શકી નથી. જીવનભરની મૂડી પૂરના પાણીમાં સ્વાહા થઈ જતા કંપની સંચાલકોની હાલત દયનીય બની છે. આર્થિક સંકટમાં મુકાયેલા સંચાલકોએ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓને કડક સૂચના આપીને ઝડપથી અને પૂરતું વળતર અપાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

