Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Anger over flood waters not receding in Surat's Olpad

VIDEO: સુરતના ઓલપાડમાં પૂરના પાણી ન ઓસરતા રોષ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ઓલપાડ તાલુકાનું બોલાવ ગામ હજી પણ પૂર પ્રભાવિત સ્થિતિમાં છે, જ્યાં વીસથી વધુ ઘરોમાં હજી પણ કમરસમા પાણી ભરાયેલા છે. કીમ નદીના ઘૂઘવતા પાણીના કારણે ઘરવખરી અને જરૂરી સરસામાનને વ્યાપક નુકસાન થયું છે. નવા હળપતિ, જૂના હળપતિ તેમજ આહિર વસાહતમાં પાણી ભરાઈ જવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી પાણી હજી ઓસર્યા નથી. અસરગ્રસ્ત લોકોમાં સ્થાનિક નેતાઓ અને પ્રશાસન સામે ભારે આક્રોશ ફેલાયો છે, કારણ કે નેતાઓ ફક્ત ફોટા પડાવીને જતા રહે છે અને મદદ માટે આગળ આવતા નથી. છેલ્લા બે દિવસથી અડધું ઘર પાણીમાં ડૂબેલું રહેતા પરિવારો રસ્તા પર આવ્યા છે અને લોકો જાતમેહનત કરી પોતાનું રક્ષણ કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News