Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 2.67 crore gold stolen in Surat's Nakshatra safe house locker scam, FIR filed against four including father-son

VIDEO: સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં ૨.૬૭ કરોડના સોનાની ચોરી, પિતા-પુત્ર સહિત ચાર સામે FIR

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે.  નક્ષત્ર સેફ હાઉસમાં મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. લોકરમાંથી 2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે. સુરતના સિંગણપોરડભોલી વિસ્તારમાં આવેલા 'નક્ષત્ર સેફ હાઉસ'માં લોકર તોડીને 6 ગ્રાહકોના 2.67 કરોડની કિંમતના ૨૦૬ તોલા સોનાની ચોરી થવાનો મોટો ખુલાસો થયો છે. આ પૂર્વઆયોજિત કાવતરામાં સેફ હાઉસના સંચાલક પિતા મહેશ દિયોરા અને તેમના બે પુત્રો હર્ષ તથા હરીકૃષ્ણાએ લોકર બ્રેકર મણીલાલ સાથે મળીને ગ્રાહકોના લોકર તોડ્યા હતા. જે બદલ સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે સત્તાવાર FIR દાખલ કરવામાં આવી છે. ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગણપોર અને વરાછા બ્રાન્ચ પર સેંકડો ગ્રાહકો પોતાના દાગીના ચકાસવા દોડી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે પોલીસે તમામ બ્રાન્ચ પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં PI પી.એમ. ચૌધરીએ BNS ની વિવિધ કલમો હેઠળ સીસીટીવી ફૂટેજની ચકાસણી સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પોલીસે આરોપી પિતા તથા બંને પુત્રોને ઝડપી પાડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store