Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Shopkeepers of Ofira Business Hub located in Vesu area of ​​Surat are very disturbed due to flooding in their shops

VIDEO: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ઓફિરા બિઝનેસ હબની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ ભારે પરેશાન

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા 'ઓફિરા બિઝનેસ હબ'માં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અહીં આવેલી કરિયાણાની દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે અનાજ અને અન્ય કિંમતી સામાન પલળી ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક તંત્રના કોઈ અધિકારીઓ કે રાજકીય નેતાઓ હજુ સુધી વેપારીઓની વહારે આવ્યા નથી, જેને પગલે સ્થાનિક દુકાનદારોમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store