Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : High Court's stern comment on government's stance on Surat's Nasirnagar demolition issue

VIDEO: સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે સરકારના વલણ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં 26 અરજદારોની અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે લાયકાત ધરાવતા પરિવારોના પુનર્વસન માટે 120 ફ્લેટ ઉપલબ્ધ છે. અને સમગ્ર ઘટનાની તપાસ માટે બે સિનિયર અધિકારીઓની હાઇલેવલ કમિટી બનાવવામાં આવશે. જોકે હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણ પર કડક ટિપ્પણી કરતાં કહ્યું કે કમિટી શું તપાસ કરશે તે જ સ્પષ્ટ નથી અને રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહ્યું છે. કોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર સામે થયેલા પ્રથમદર્શી આક્ષેપોને ગંભીર ગણાવી સવાલ કર્યો કે તેઓ હજુ હોદ્દા પર કેમ છે. અને તેમની સામે પ્રાથમિક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે 150 પરિવારોને કાયદેસરની પ્રક્રિયા વિના રોડ પર લાવી દેવામાં આવ્યા છે. દોષિત અધિકારીઓના ખર્ચે પુનર્વસન થવું જોઈએ, લોકોના પૈસે નહીં. હવે આ મામલે રાજ્ય સરકારના આગળના જવાબ અને કાર્યવાહી પર સૌની નજર છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News