Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : In Nasirnagar demolition matter, Surat Manpa's surface, 5 engineers suspended

VIDEO: નાસીરનગર ડિમોલિશન મામલે સુરત મનપાનો સપાટો, ૫ ઇજનેરો સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત સેન્ટ્રલ ઝોનના નાસીરનગરમાં ગત ૩૦ મે ૨૦૨૬ના રોજ થયેલા ડિમોલિશન મામલે મનપા કમિશનરે ઐતિહાસિક અને મોટી કાર્યવાહી કરી છે. તપાસ સમિતિના અહેવાલ બાદ, ફરજમાં બેદરકારી અને ગેરરીતિ બદલ મુખ્ય ચહેરો ગણાતા કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ સહિત કુલ ૫ સિવિલ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અન્ય અધિકારીઓમાં જયાંગ જીવનરામજીવાલા, અર્પણ પરમાર, મોનિક ગઢીયા અને નરેશકુમાર ગલચરનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે આવતીકાલે સુરત મહાનગરપાલિકા હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કરશે.

App Store