Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sugar railway underpass flooded due to heavy rain in Surat's Bardoli

VIDEO: સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદથી સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને બારડોલી પંથકમાં આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. સતત પડી રહેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બારડોલીમાં અલંકાર સિનેમા નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે જોખમી બન્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અંડરપાસની બંને બાજુએ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે અને સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

App Store