Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Budget 2026: Ayurvedic Medical Center to be established in Jamnagar

Budget 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, ડાયાબિટિશ અને કેન્સરની દવાઓ સસ્તી થશે

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Budget 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, ડાયાબિટિશ અને કેન્સરની દવાઓ સસ્તી થશે
સોર્સ : GSTV

ભારતને વૈશ્વિક બાયો-ફાર્મા હબ બનાવવા માટે આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચ સાથે 'બાયો-ફાર્મા શક્તિ' યોજના શરૂ કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રિસર્ચ, ઇનોવેશન અને વેક્સિન (રસી) વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત, શિક્ષણ અને સંશોધન માટે ત્રણ નવી રાષ્ટ્રીય NIPERs સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.

App Store

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અનેક કસ્ટમ્સ ડ્યુટી રાહતોની જાહેરાત કરી છે. હવે 17 એન્ટી-કેન્સર દવાઓને બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે, જેનાથી આ દવાઓની ઉપલબ્ધતા સસ્તી અને સરળ બનશે. SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)માં ઉત્પાદિત માલની નિકાસ પર કરકસરભરી  ડ્યુટી આપવામાં આવશે, જે વેચાણની મર્યાદાને આધીન રહેશે. વ્યક્તિગત ઉપયોગ માટેના જવાબદારીપાત્ર માલ પરની ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવશે.

બજેટ 2026 બાયો સેક્ટરના મુખ્ય મુદ્દાઓ:

બાયો-ફાર્મા શક્તિ: ₹10,000 કરોડની ફાળવણી, જે ભારતને ગ્લોબલ બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવશે.

સંશોધન અને વિકાસ (R&D): વેક્સિન વિકાસ, અદ્યતન થેરાપી અને ક્લિનિકલ રિસર્ચ (1000 ક્લિનિકલ સાઇટ્સ)ને પ્રોત્સાહન મળશે.

ફાર્મા શિક્ષણ: ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને કૌશલ્ય વર્ધન (Skilling) માટે ત્રણ નવી National Institutes of Pharmaceutical Education and Research (NIPERs) ખોલવામાં આવશે. જેમાંથી એક સેન્ટર જામનગરમાં સ્થાપવામાં આવશે.

મેક ઇન ઇન્ડિયા: મેડિકલ ડિવાઇસિસ, AI-આધારિત ટેકનોલોજી અને ફાર્મા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા (PLI યોજનાઓ દ્વારા) વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કિંમતોમાં ઘટાડો: ફાર્મા સેક્ટરમાં રોકાણ વધવાથી ડાયાબિટીસ (શુગર) અને કેન્સર જેવી બીમારીઓની દવાઓ સસ્તી થવાની અપેક્ષા છે.

જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે:

દેશમાં 3 નવી આયુર્વેદ AIIMS બનાવાશે જેેમાંથી જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. નિર્મલા સિતારમણે કહ્યું કે, "ભારતીય યોગ વિશ્વભરમાં ફેલાય તે માટે ગુણવત્તાયુક્ત આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપીશું. હાઈ ક્વોલિટીના આયુર્વેદિક પ્રોડક્ટ્સનો નિકાસ કરીશું." આ સાથે જ જણાવ્યું કે,  આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ બનશે. 1.5 લાખ કેર ગિવર્સને તાલીમ અપાશે." આયુર્વેદના ત્રણ નવા એમ્સ બનાવવામાં આવશે. આયુર્વેદિક દવાઓના પરીક્ષણ માટે નેશનલ લેબ્સ બનાવવામાં આવશે.