Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : BUDGET 2026: India to become 'Global Chip Hub'; Semiconductor Mission 2.0

BUDGET 2026 : ભારત બનશે 'ગ્લોબલ ચિપ હબ'; સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ₹40,000કરોડની ફાળવણી

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
BUDGET 2026 : ભારત બનશે 'ગ્લોબલ ચિપ હબ'; સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ₹40,000કરોડની ફાળવણી
સોર્સ : GSTV

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે સંસદમાં બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કરતા ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે માસ્ટરપ્લાન જાહેર કર્યો છે. સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને ઘરેલું ઉત્પાદન વધારવા માટે અનેક મોટા પગલાં ભર્યા છે.

App Store

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM 2.0) ની શરૂઆત

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર હવે ISM 2.0 લોન્ચ કરવા જઈ રહી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન ઝડપી બનાવવાનો અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતનું સ્થાન મજબૂત કરવાનો છે. આ અંતર્ગત:

  • ઉદ્યોગોના નેતૃત્વમાં રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ સ્થાપવામાં આવશે.

  • ટેકનિકલ અને કુશળ વર્કફોર્સ (Skilled Workforce) તૈયાર કરવા પર વિશેષ ભાર મુકાશે.

 ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ₹૪૦,૦૦૦ કરોડ

ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સના ઉત્પાદનમાં ભારતને અગ્રેસર બનાવવા માટે સરકારે બજેટમાં જંગી રકમની ફાળવણી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેનો ખર્ચ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે, જે ઘરેલું ઇનોવેશન અને પ્રોડક્શનને વેગ આપશે.

ચાર રાજ્યોમાં 'ડેડિકેટેડ રેર-અર્થ કોરિડોર'

ખનીજ સમૃદ્ધ રાજ્યો માટે નાણામંત્રીએ એક મહત્વની દરખાસ્ત મૂકી છે. ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં રેર-અર્થ કોરિડોર (Rare-Earth Corridor) સ્થાપવામાં આવશે.

  • આ કોરિડોર આધુનિક ટેકનોલોજી અને પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદન માટે જરૂરી ખનીજોની ઉપલબ્ધતા સરળ બનાવશે.

  • ૨૦૨૫માં શરૂ કરાયેલી રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ યોજનાને આનાથી વધુ બળ મળશે.

આત્મનિર્ભરતા પર ભાર

પોતાના ભાષણમાં સીતારામને સ્પષ્ટ કર્યું હતું કે, "આત્મનિર્ભરતાને માર્ગદર્શક માનીને અમે ઘરેલું મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી છે અને જરૂરી આયાત (Import) પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે." સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની આ ગતિ આગામી સમયમાં દેશને ટેક-સુપરપાવર બનાવવામાં મદદરૂપ થશે.