Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bridge collapses due to heavy rains in Sikkim

VIDEO : સિક્કિમમાં ભારે વરસાદથી પુલ ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અવિરત વરસાદના પરિણામે ફિડાંગ ખાતે ફી ખોલા નદી પર આવેલો મહત્વપૂર્ણ બેઈલી પુલ ધરાશાયી થઈ ગયો છે. આ પુલ તૂટી પડવાને કારણે ફિડાંગ અને સાંકલાંગ વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સામે આવેલા દ્રશ્યોમાં નદીમાં પૂરની ભયાનક સ્થિતિ અને તૂટેલા પુલનો કાટમાળ જોઈ શકાય છે. મુખ્ય માર્ગ કપાઈ જવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ ખરાબ હવામાન અને સતત વરસાદને કારણે રાહત કામગીરી તેમજ માર્ગ પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newssikkimheavy rain