VIDEO: બ્રિક્સની નવી દિલ્હી ઘોષણામાં પહેલગામ હુમલાની સખત નિંદા, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ
સોર્સ : gstv
બ્રિક્સ દેશોએ નવી દિલ્હી ઘોષણામાં આતંકવાદના તમામ સ્વરૂપો અને રીતોની સખત શબ્દોમાં નિંદા કરી છે. બ્રિક્સ સભ્ય દેશોએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો, જેમાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ઘોષણાપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આતંકવાદને ક્યારેય કોઈપણ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જોડી શકાય નહીં. સભ્ય દેશોએ સીમા પાર આતંકવાદ, ફંડિંગ અને સુરક્ષિત આશ્રયસ્થાનો સામે કડક કાર્યવાહીનો સંકલ્પ દોહરાવ્યો છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રના માળખા હેઠળ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પરના વ્યાપક કન્વેન્શનને વહેલી તકે આખરી ઓપ આપીને અપનાવવાની જોરદાર માંગ પણ કરવામાં આવી છે.

