Video: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ-સપા ગઠબંધન, સીટ શેરિંગ ફોર્મ્યુલા પર મંથન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે ચાર મહિના બાકી છે ત્યારે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને બેઠક વહેંચણીની કવાયત તેજ બની છે. કોંગ્રેસ રાજ્યની ૧૨૫ બેઠકો પર દાવો કરવા ઈચ્છી રહી છે અને આ ફોર્મ્યુલા માટે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથેની વાતચીતની કમાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સંભાળી રહ્યા છે. સોમવારે યોજાયેલી લાંબી બેઠકમાં ૧૭૫ બેઠકો પર મંથન થયું હતું. કોંગ્રેસ ૨૦૨૪ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીના ડેટાના આધારે યાદી તૈયાર કરી રહી છે, જેનો મુખ્ય હેતુ દરેક લોકસભા ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે.akhileshpriyank




