મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે મા વિંધ્યવાસિની મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સ્થિત પ્રસિદ્ધ સિદ્ધપીઠ મ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સ્થિત પ્રસિદ્ધ સિદ્ધપીઠ મા વિંધ્યવાસિની મંદિરમાં શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આસો નવરાત્રિના પાવન પ્રારંભે મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો વિંધ્યાચલ ધામ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર ધામ મા જગદંબાના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રી નિમિત્તે ભક્તોની સુરક્ષા અને સુચારુ દર્શન માટે સ્થાનિક તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દર્શનાર્થીઓ સરળતાથી માતાજીના પાવન દર્શન કરી શકે.

આ સમાચાર શેર કરો