VIDEO: તહેવારોમાં ફટાકડા અને અવાજના પ્રદૂષણ સામે બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ, સખત પગલાં લેવા નિર્દેશ
સોર્સ : gstv
બોમ્બે હાઈકોર્ટે તહેવારો દરમિયાન રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી છે. કોર્ટે જણાવ્યું કે ફટાકડા અવાજ અને ઝેરી વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે….જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને ડેસિબલ મર્યાદાનું કડક પાલન કરાવવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉજવણી નાગરિકોના ભોગે ન થવી જોઈએ. આ સાથે નાગપુરની જેમ ડીજે પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં કેમ નથી લેવાયા તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.

